Educational Survey (શૈક્ષણિક સર્વેક્ષણ)
શાળાઓની શૈક્ષણિક ગુણવત્તા ચકાસી શકાય, બાળકોનું સિદ્ધિ સ્તર ચકાસી શકાય તેમજ ધોરણ અને વિષયવાર કઠીન બિંદુઓ તારવી શકાય તે માટે શિક્ષા મંત્રાલય (MoE), રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT), નવી દિલ્હી, સમગ્ર શિક્ષા અભિયાન (SSA) અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT), ગાંધીનગર દ્વારા રાષ્ટ્ર અને રાજ્યએથી વિવિધ પ્રકારના સર્વે અને સંશોધનો હાથ ધરાતાં હોય છે. એન.સી.ઇ.આર.ટી. અને જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર દ્વારા પ્રાથમિક શાળાની શૈક્ષણિક ગુણવત્તા સુધારણા માટે યોગ્ય સમયાવકાશે NAS, GAP (Gujarat Achievement at Primary કે Gujarat Achievement Profile)સીરીઝ, GSLAS સર્વે,GAS સર્વે સીરીઝ દ્વારા તબક્કાવાર કસોટીઓ લેવામાં આવે છે. વર્ષ 2017 દરમિયાન રાષ્ટ્ર કક્ષાએથી નેશનલ એચિવમેન્ટ સર્વે હાથ ધરાયો. એન.એ.એસ.નો મહાવરો વિદ્યાર્થીઓને મળી રહે તે માટે ધોરણ ચાર, છ અને સાતના વિદ્યાર્થીઓ પર જી.સી.ઈ.આર.ટી. દ્વારા ગુજરાત એચિવમેન્ટ સર્વે (GAS) હાથ ધરાય છે. આમ, જીસીઇઆરટી, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જરૂરિયાતલક્ષી સેવાકાલીન તાલીમ કાર્યક્રમોનું આયોજન કરી શકે તે હેતુથી ભૂતકાળમાં પણ જિલ્લાની શૈક્ષણિક સિદ્ધિનું પ્રવર્તમાન સ્તર અને વિષયવાર કઠિનબિંદુઓ તારવવા વિવિધ સિદ્ધિ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યા છે. વર્ષ 2018-19 દરમિયાન જી.સી.ઈ.આર.ટી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ધોરણ ચાર, છ અને સાતના વિદ્યાર્થીઓ પર ગુજરાત એચિવમેન્ટ સર્વે-1 (GAS-1)અનેવર્ષ 2019-20 દરમિયાન ગુજરાત એચિવમેન્ટ સર્વે-2 (GAS-2) સમગ્ર રાજ્યમાં હાથ ધરવામાં આવ્યો. દરેક તાલુકાની નમૂનામાં પસંદ થયેલ 15 એમ સમગ્ર જિલ્લાની કુલ 135 પ્રાથમિક શાળાઓના ધોરણ ચારના બે, ધોરણ છના ત્રણ અને ધોરણ સાતના ચાર એમ કુલ નવ વિષયોની શૈક્ષણિક સિદ્ધિનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. વર્ષ 2021-22 દરમિયાન જી.સી.ઇ.આર.ટી.ના માર્ગદર્શન દરેક જિલ્લાની 30 માધ્યમિક શાળાઓના ધોરણ નવના વિધાર્થીઓની ભાષા, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી અને સામાજિક વિજ્ઞાન વિષયની શૈક્ષણિક સિદ્ધિ જાણવા માટે ગુજરાત એચિવમેન્ટ સર્વે-3(GAS-3) હાથ ધરવામાંઆવ્યો હતો. તારબાદ ક્રમશ વર્ષ ૨૦૨૨-૨૩ માં ધોરણ 4, 6 અને 7 માં GAS-4, ૨૦૨૩-૨૪ માં ધોરણ 4 અને 7 માં GAS-5, વર્ષ ૨૦૨૪-૨૫ માં ધોરણ 5, 7 અને 8 માં GAS-6 હાથ ધરવામાં આવ્યો. વર્ષ 2021-22 દરમિયાન મીનીસ્ટ્રી ઓફ એજ્યુકેશન, (MoE), નવી દિલ્હી,CBSE, નવી દિલ્હી અને એન.સી.ઇ.આર.ટી. દ્વારા સમગ્ર રાષ્ટ્રમાંસમગ્ર ભારત દેશમાં તા. ૧૨/૧૧/૨૦૨૧ ના રોજ નેશનલ એચિવમેન્ટ સર્વે NAS-2021 હાથ ધરવામાં આવ્યો.આ સર્વે પાટણ જિલ્લાની ૧૮૭ શાળાઓ ધોરણ 3, 5, 8 અને 10 માં સર્વે હાથ ધર્યો. PARAKH-NCERT દ્વારા વર્ષ ૨૦૨૪ દરમિયાન સમગ્ર ભારત દેશમાં પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. આ સર્વેક્ષણો નીચેના મુખ્ય ઉદ્દેશ્યોથી હાથ ધરાતાં હોય છે. (1) ધોરણવાર અને વિષયવાર વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ તપાસવી. (2) કઠીનબિંદુઓ તારવવા. (3) વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ પર જાતીયતાની અસર તપાસવી. (4) ધોરણવાર અને વિષયવાર શૈક્ષણિક સિદ્ધિના ત્રિવિધ સ્તરે વિદ્યાર્થીઓનું પ્રમાણ જાણવું.
News & Events